Hell Yeah Pointer 1

Translate

શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર, અમરેલી ખાતે લેમ્પ_ડેન્ટલ હાઇજીન પ્રોગ્રામનું લોન્ચીંગ માનનીય જીલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર સાહેબનાં અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું.

 

તા.૧૮-૧૨-૨૦૨૦ના રોજ સંસ્થા ખાતે માનનીય જીલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર સાહેબનાં અધ્યક્ષ સ્થાને અને કાર્યક્ષેત્રનાં ૩૦ ગામોનાં સ્ટેક હોલ્ડરની ઉપસ્થિતિમાં AIF નાં સહયોગથી ચાલુ થયેલ લેમ્પ_ડેન્ટલ હાઇજીન પ્રોગ્રામનું લોન્ચીંગ કરવામાં આવ્યું. આ ઇવેન્ટમાં ડેન્ટલ હાઇજીન અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું અને વર્ષ દરમ્યાન કરવાની જુદી-જુદી પ્રવૃત્તિઓ જેવી કે બાળકો અને સમુદાયમાં દાંત વિષયક જાગૃતિ, ક્લીનીકવાન મારફત ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન અંગે માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમમાં ડેન્ટલ ચિકિત્સક દ્વારા દાંતની સંભાળ માટે માર્ગદર્શન પૂરું પાડયું. કાર્યક્રમમાં કારોબારી સભ્યશ્રીઓએ હાજરી આપી. કાર્યક્રમનાં અધ્યક્ષ માન. ડી.ડી.ઓ. સાહેબ દ્વારા દાંત વિષયક પ્રોજેક્ટ લાવવા બદલ સંસ્થાને અભિનંદન પાઠવ્યા. કાર્યક્રમ દરમ્યાન પ્રશ્નોતરી માટે મંચ ખુલ્લું મુકવામાં આવ્યું અને સ્ટેક હોલ્ડર દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોનું નિરાકરણ કર્યું. અંતમાં સંસ્થાના ડાયરેક્ટર દ્વારા હાજર રહેલ તમામનો હૃદય પૂર્વક આભાર માનવામાં આવ્યો.#Dental_hygiene



8 comments:

  1. ખૂબ સરસ્ બાળકો માટે આ પ્રોજેક્ટ ખાંભા તાલુકા ના ગામોમાં આવે તો વધારે સારું

    ReplyDelete
  2. આપણી સંસ્થા દ્વારા ખુબસરસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જે લોકો ને અને બાળકોને ખૂબ ઉપયોગી નીવડશે.

    ReplyDelete
  3. શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર સંસ્થા ઘણા વર્ષોથી બાળકો, મજૂરો,ખેડૂતો,સ્ત્રી ઓ ,વાંચીતજૂથો સાથે કાર્યરત છે.જે વર્ષો થી લોકહિત ના કાર્ય કરે છે અને સંસ્થા એ હાલ લેમ્પ_ડેન્ટલ હાઇજીન પ્રોગ્રામ નું લોન્ચિંગ કર્યું જે બાળકો ને અને લોકો ને ખૂબ ઉપયોગી નીવડશે...

    ReplyDelete
  4. ખૂબ જ સરસ કામ શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર દ્રારા થઈ રહ્યું છે.

    ReplyDelete
  5. શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર સંસ્થા આવા કાર્યક્રમ સતત કરી રહી છે અને ભવિષ્યમાં પણ આવા જ સરસ કાર્યક્રમ કરે તે માટે ખુબ ખુબ શુભકામના હું પોતાની રાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે હું આવી સંસ્થા માં કામ કરી રહ્યો છું જે સતત બાળકો ખેડૂતો સ્ત્રીઓ તરુણો ના પ્રોગ્રેસ ને લઇને સતત કાર્ય કરી રહી છે તે માટે સંસ્થાના ડાયરેક્ટર શ્રી ધીરુભાઈ વગાડીયા ને ખુબ ખુબ શુભકામના અને મારા નમસ્કાર �� રસિક જે. ગોરસાવા

    ReplyDelete
  6. અવનવા પ્રોજેક્ટના માધ્યમથી લોકોને મદદરૂપ બની શકીએ છીએ.

    ReplyDelete
  7. કપાસ પકવતા ખેડૂતના હિતને ધ્યાનમાં રાખીને શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર અમરેલી ની સંસ્થાએ ધોકડવા ગામમાં પ્રોડ્યુસર યૂનિટ (ઉત્પાદન એકમ) ની સ્થાપના કરી અને BCI પ્રોગ્રામ મારફત અનેક ખેડૂતોના હિતલક્ષી કાર્ય કર્યાં છે. તેમજ આજુ બાજુ ના ગામોમાં બાળકો, મહિલાઓ, મજૂરો, તેમજ વંચિત જૂથ, એવા તમામ વર્ગના લાભાર્થીને ઉપયોગી થયેલ છે. એ બદલ સંસ્થાનો જેટલો આભાર વ્યક્ત કરીએ એટલો ઓછો પડે તેમ છે. તો સંસ્થાનો દિલથી ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીએ છીએ... 🙏

    ReplyDelete