Hell Yeah Pointer 1

Translate

અમરેલી અને બાબરા તાલુકાના ૩૦ ગામોમાં ડેન્ટલ કેર માટે જાગૃતિ હેતુ કરવાની પ્રવૃત્તિઓ માટે ત્તાલીમ યોજાઈ

 

DENTAL HYGIENE PROGRAM ૦૭/૧૨/૨૦૨૦
અમરેલી અને બાબરા તાલુકાના ૩૦ ગામોમાં ડેન્ટલ કેર માટે જાગૃતિ હેતુ કરવાની પ્રવૃત્તિઓ માટે લેમ્પ, પ્રોડ્યુસર યુનિટ અને ચાઈલ્ડલાઈન ટીમની એક સયુંકત મીટીંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગ્રામ્ય કક્ષાએ આંગણવાડી, શાળા અને ગ્રામ પંચાયત સાથે આ વિસ્તારમાં કામ કરતા કાર્યકરો સાથે સંકલન કરી ડેટાબેઝ તૈયાર કરી આરોગ્ય વિષયક સૂચનાઓના પાલન સાથે સમુદાય સાથે બેઠકો શરુ કરવા સમજ બનાવવાનાં આવી.

સૌ પ્રથમ જાનકી પંડ્યાએ DENTLE HYGIENE PROGRAM માં સમુદાય અને બાળકોમાં મોં અને દાંતની આરોગ્ય સંભાળમાં સારી સ્વચ્છતાની ટેવોને પ્રોત્સાહન આપવા અંગે તેના હેતુઓ અને પુરી પાડવાની સેવાઓ અંગે કરેલ આયોજનની બાબતો રજુ કરી હતી.

ડો. દેવલ પટેલ (BDS) દ્વારા દાંતની સ્વચ્છતા અને આરોગ્ય વિશે યોગ્ય માર્ગદર્શન આપી શકાય તે માટે તાલીમ સેશન કર્યું હતું જેમાં સવારે અને રાત્રે સુતા પહેલા એમ દિવસમાં ૨ વાર બ્રશ કરવાનું જેથી કરીને દાંતની અંદર ફંસાય ગયેલ ખોરાક નીકળી જાય અને બેક્ટેરિયા પણ બને નહિ, દાંતમાં કોઈપણ જાતનો દુખાવો કે દાઢની ઉપર સડો દેખાયતો તરત જ તેની સારવાર કરાવવી જોઈએ જેથી યોગ્ય સમયમાં દાઢને બચાવી શકાય અને આગળ જતા કોઈ મોટી તકલીફ થાય નહિ.
જેવી બાબતોનો સમાવેશ થયો હતો લોકો તરફથી આવી શકે તેવા પ્રશ્નોની ચર્ચા કરી હતી.

વર્ષ દરમ્યાન પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં અનુક્રમે ૨૨૫૦ અને ૭૫૦ જેટલા બાળકોના મોઢા અને દાંતની સંભાળ માટે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવશે. તેમજ વર્ષ દરમ્યાન ૩૦ ગામો માટે કેમ્પદીઠ ૧૦૦ વ્યક્તિ મુજબ ૩૦૦૦ વ્યક્તિઓ અને કેમ્પદીઠ ૧૫ મુજબ ૪૫૦ બાળકો માટે ડેન્ટલ ચેકઅપ કેમ્પ કરવામાં આવશે. તેનું આયોજન કરી મીટીંગ પુર્ણ કરવામાં આવી.




No comments