સજીવ ખેતી દ્વારા ઓછા ખર્ચે સારું ઉત્પાદન કરતા જાફરાબાદ તાલુકાના પાટી માણસાના ખેડૂત રાણાભાઈ ગાંડાભાઈ સાંખટ
સજીવ ખેતી
ખેડૂત: રાણાભાઈ ગાંડાભાઈ સાંખટ (ગામ: પાટી માણસા, તા: જાફરાબાદ, જી: અમરેલી મો. ૬૩૫૪૨૮૨૨૨૯), કુલ જમીન-૧૮ વીઘા (કપાસ-૧૫ વીઘા, મગફળી-૨.૫ વીઘા, ચારો-૦.૫ વીઘા).
હું દર વર્ષે કપાસનું વાવેતર કરું છું. જેમાં દવાનો ખર્ચો ખૂબ વધી જતો. તો તેના માટે શું કરવું ? તે મોટી મૂંઝવણ હતી. અમારા ગામમાં શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર દ્વારા એક પ્રોજેકટ ચાલે છે. જેમાં ખેતી વિષયક માહિતી આપવામાં આવે છે. તેમાં દર મહિને તાલીમ અને મિટિંગ દ્વારા અમને ખેતી વિષયક અવનવી માહિતી આપવામાં આવે છે. તેમાથી પ્રેરીત થઈ મેં જીવંત ખેતી શરુ કરી તે બાબતે અહી હું વાત કરવા માંગુ છું.
આ વર્ષે મારે 15 વિઘાનો કપાસ છે. જેમાં મે કોઈ પણ ઝેરી દવાનો ઉપયોગ કર્યો નથી. તેમાં હું ઓર્ગેનિક દવાઓનો જ ઉપયોગ કરું છુ. જ્યારે હું આ ઝેરી દવાઓનો ઉપયોગ કરતો ત્યારે ખર્ચો વધી જતો પરંતુ જ્યારથી હું આ ઓર્ગેનિક દવાનો ઉપયોગ કરું છું ત્યારથી મારે દવાનો ખર્ચો નહિવત આવે છે. હું પોતે ઘરે જ આ ઓર્ગેનિક દવા બનાવું છું જેમાં હું આંકડો, લીમડો, ગૌમુત્ર, ખાટી છાસ, ધતૂરો, ગાંડી વેલ, સિતાફળના પાન, લસણ અને ડુંગળી, લીલા મર્ચા વગેરે વસ્તુઓનો ઉપયોગ કરું છું અને તેનાથી દરેક રોગ અને જીવાંત ઉપર નિયંત્રણ મેળવી શકાય છે. હું રસાયણિક ખાતરની જગ્યાએ જીવામૃતનો ઉપયોગ કરું છું જેથી છોડમાં ખુબજ તંદુરસ્તી જળવાઈ રહે છે. ઓર્ગેનિક ખેતીમાં ઉત્પાદનમાં પણ વધારો થયો છે. મારે પહેલા કરતા ઉત્પાદનમાં ઘણો વધારો જોવા મળ્યો છે. મને આ પ્રકારે ખેતી કરવાથી નાણાકીય રીતે તો ફાયદો થયો છે પણ અમારા પરિવારના આરોગ્ય પણ જળવાઈ રહ્યા છે પેલા કરતા હવે ઓછા માંદા પડીએ છીએ. એટલા માટે દરેક ખેડૂત મિત્રોને એટલુજ કેવું છે કે રાસાયણિક દવાઓ અને ખાતરના ખોટા ખર્ચા બંધ કરીએ અને સજીવ ખેતી તરફ વળીએ.
આલેખન: સતીષભાઈ દાફડા
Post a Comment