Hell Yeah Pointer 1

Translate

ભલડી ગામે એલ. જી. મીટીંગ તેમજ પ્રોગ્રામેટિક તાલીમ કરવામાં આવી – શ્રધાબેન કથીરિયા

 


તારીખ: 07/05/2021ના રોજ ભીલડી ગામે ગ્રુપ નં 52 માં એલ. જી. મીટીંગ તેમજ પ્રોગ્રામેટિક તાલીમ કરવામાં આવી. જેમાં એલ. જી. લીડર - કરડ હિંમતભાઈ, તેમજ પિયુ મેનેજર, BCI ટીમ અને ચાઈલ્ડ લાઈન મેમ્બર રોહિત વાઘેલા હાજર રહ્યા હતા. ખેતીલક્ષી મુશ્કેલી અને મૂંઝવણ જેમ કે સારી ગુણવત્તાનું બિયારણ પસંદગી અને બિયારણ ખરીદી, ઉનાળુ જમીન તૈયારીનું મહત્વ, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ચાઈલ્ડ લાઈન ૧૦૯૮ ઈમરજન્સી ફ્રી હેલ્પલાઇન અંતર્ગત બાળકોના અધિકારો, કોરોના મહામારી વચ્ચે બાળકોના અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ અને સ્વાસ્થ્યને લઇ કાળજી રાખવા અનુરોધ કરવામાં આવ્યો.