જૈવિક કેળ પાકની ખેતી (Organic farming of Banana) Paresh Solanki -Timbi
શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર દ્વારા ચાલતા Impruving farming system કાર્યક્રમ અંતર્ગત અમરેલી ગીર સોમનાથના 95 ગામોમાં ખેડૂતોના 312 ગૃપ બનેલા છે. જેમાં સતત તાલીમો મીટીંગો, ડેમો મુલાકાત, ખેડૂત વાડી મુલાકાત, કૃષિ યુનિવર્સીટીની ભલામણો મુજબ ખેતીમાં નવા અખતરાઓ વિગેરે કામગીરી થાય છે. ખેડૂતોનો ખેતી ખર્ચ અને સરવૈયું મૂલ્યાંકનની ડાયરી FFB(ફાર્મેર ફિલ્ડ બૂક) પણ લખીને દર વર્ષે મૂલ્યાંકન કરવામાં આવે છે.
હાલ હું જે વાત કેહવા માંગું છુ તે ગીર સોમનાથ જીલ્લાના ગીર ગઢડા તાલુકાના ઉટવાળા ગામના ખેડૂત અને લર્નિંગ ગ્રુપ નંબર INGJ14034ના એલજી ખેડૂત બચુભાઈ મુળજીભાઈ લીંબાણીની છે જે હાલ ગામના સરપંચ પણ છે. તેની પાસે કુલ જમીન ૨૬ વીઘા છે. તેમાંથી ૭ વીઘામાં કેળનું વાવેતર કરેલ છે. કાર્યક્રમ અંતર્ગત તાલીમો અને મીટીંગો દ્વારા બાગાયત પાક પર માહિતી આપવામાં આવે છે. હાલ ખેતી ખર્ચ વધારે થતો હોવાથી તેઓએ આ વિસ્તારમાં અને તેના ગામમા નવતર પ્રયોગ કર્યો જેમાં જૈવિક કેળ કરી ખેડૂતોને એક રોકડી આવક અને જંતુનાશકો કેમિકલ યુક્ત ખાતરોથી દુર થવા માટેની શરૂઆત કરી જેમાં બચુભાઈ એ જુન ૨૦૧૮માં કેળનું વાવેતર કર્યું જેમાં પ્રથમ તો ૧ વઘા દીઠ ૫ લારી દેશી છાણીયુ ખાતર ભરી પછી કેડીલા કંપની ના જી-૯ રોપા લાવ્યા અને એક વીઘામાં ૪*૫ અંતરે ૮૫૦ રોપનું વાવતેર કરેલ છે જે રોપાનો ખર્ચા ૧૪૫૦૦રૂપિયા થયો, મજુરી ખર્ચ ૬૦૦૦ લાગ્યો હતો.
કેળના પાકને અવસ્થા પ્રમાણે પાણી જરૂરિયાત માટે ડ્રીપ પાથરેલી છે. જેમાં સંસ્થા દ્વારા ડ્રીપ વસાવવા માટે પ્રોત્સાહન પણ આપેલ છે. સંસ્થા ના કાર્યકરો દ્વારા અવારનવાર મુલાકાત કરી માહિતી પૂરી પાડવામાં આવેછે. જૈવિક ખેતી માટે શું કાળજી લેવી તેની માહિતી આપે છે. સોનમાખી માટે ટ્રેપ લગાવી છે. અને ખાટી છાસ, જીવામૃત જરૂર જણાય તો છંટકાવ કરે છે.ખેતી ખર્ચ ઘટાડવાની સાથે નફો પણ મળે એ માટે અને જૈવ-વિવિધતા તથા પર્યાવરણને નુકશાન ન થાય તેની કાળજી રાખીને હાલ જોઈએ તો ૭ વીઘાનું કેળનું વાવેતર ઉધડુ આપેલ છે જેમાં ૧ વીઘાના ૯૪૦૦૦ રૂપિયામાં એક સીજન માટે આપેલ છે જેમાં જોઈ શકાય. કુલ ૭ વીઘાની આવક ૬૫૮૦૦૦ ઉત્પાદન અને છુટક ૧૬૫ રૂપિયા ૨૦ કિલોનું વેચાણ થાય છે. પેહ્લો ફાલ ઉત્પાદન લીધું અને હાલ બીજો ફાલનું કટિંગ કરવાનું ચાલુ છે.
પરંપરાગત ખેતીની સાથે હવે આધુનિક ખેતી સાથે તાલમેલ મેળવીને સાથે ટકાઉ ખેતી વિકસાવવા માટે ખેડૂતોને જાગૃતતા કેળવવાની જરૂર છે. જે આપડે ખેડૂત બચુભાઈ મુળજીભાઈ લીંબાણીના નવતર પ્રયોગથી જાણી શકાય અને આપડે જૈવિક ખેતી તરફ આગળ વધવું પણ એટલુજ જરૂરી છે.
Paresh Solanki -Timbi
Post a Comment