Hell Yeah Pointer 1

Translate

ચોરાલી મોલી - સંકલિત જીવાંત વ્યવસ્થાપન - પંકજ સરવૈયા

 

અમરેલી અને ગીરસોમનાથ જિલ્લામાં 21000 ખેડૂતો સાથે કૃષિ સુધાર કાર્યક્રમ શિક્ષણ અનેસમાજ કલ્યાણ કેન્દ્ર દ્વારા ચાલી રહ્યો છે તેમાં ટીંબી ક્લસ્ટરમાં જાફરાબાદ, ઉના અને ગીર ગઢડા તાલુકાના 50 ગામો છે તેમાનું એક ગામ ચોરાળીમોલીમાં ૪૦ ખેડૂતો જોડાયેલ છે તે દરેક તાલીમ મીટીંગમાં હાજર રહે છે કાર્યક્રમ અંતર્ગત પ્રોગ્રમેટીક, બિયારણ ખાતર દવા સંકલિત જીવાતવ્યવસ્થાપન અને અને રવિપાક, ઉતમકાર્ય, હેલ્થ સેફટી સિક્યુરિટી, બાળમજુરી જેવી તાલીમો આપવામાં આવે છે.

ખેડૂતોએ તાલીમ લઇને સંકલિતજીવાત વ્યવસ્થાપન કરવાનું નક્કી કર્યું ચોરાલીમોલી ગામ ટીંબીથી નજીક અને ઓછી વસ્તી ધરાવતું ગામ છે. દર વર્ષે ખેડૂતો કપાસનું વાવેતર કરે છે. ગયા વર્ષ ગુલાબીઈયળ આવવાથી તેને ૨૦ થી ૪૦% નુકશાન થયું હતું જેના લીધે આ વર્ષે ગામના ખેડૂતોએ ફેરોમેન ટ્રેપ લગાડવાનું નક્કી કર્યું અનેતાલીમમાં જણાવ્યા પ્રમાણે એક એકરમાં પાંચ ટ્રેપ લગાડીને ત્રણ દિવસ સુધી અવલોકન કર્યું. ટ્રેપમાં ફુદાની માત્રા જોઈને દવાનો છંટકાવ કર્યો. એક પાટલે પિયત અથવા ડ્રીપનો ઉપયોગ અને આંતરપાક કર્યો. ૪૦ ખેડૂતો એ ૧૯૩ એકરમાં કપાસનું વાવેતર કરેલ છે અને ૭૫૦ ફેરોમેન ટ્રેપ લગાડી. જેના લીધે ગુલાબી ઈયળનો ઉપદ્રવ ઓછો થયો.

ખેડૂતો જણાવેછે કે આ વર્ષે આ પ્રયોગ કરવાથી અમારા કપાસમાં ગુલાબી ઈયળ ઓછી આવી અને અંદાજીતકપાસની સીજન દરમિયાન ૨૦ % નુકશાન ઓછુ થશે જેથી વીઘે પાંચથી સાત મણ કપાસ વધશે. જોઆવી જ રીતે દરેક ગામ દીઠ ખેડૂતો એકઠા થઇ આવી પદ્ધતિ અપનાવે તો જીવાતનું વ્યવસ્થાપન કરી શકીએ.

-પંકજ સરવૈયા



No comments